મોરબીમાં કાલે લાયન્સ ક્લબ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પક્ષીઓના પાણી માટેના કુંડાઓનું વિતરણ કરાશે
SHARE
મોરબીમાં કાલે લાયન્સ ક્લબ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પક્ષીઓના પાણી માટેના કુંડાઓનું વિતરણ કરાશે
મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ સેવ કાર્ય કરતી લાયન્સ ક્લબ મોરબી નજરબાગ દ્વારા તા.૨૪ ને રવિવાર રોજ પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે અને પશુ પક્ષી માટે વિનામુલ્યે આ પાણી પીવાના કુંડા અને ચકલીના માળા આપવામાં આવશે
મોરબીના રવાપર રોડ ઉપર ચકીયા હનુમાન પાસે રાજેશ સાયકલ સત્ય સાંઈ વાળી શેરી ખાતે તા ૨૪ ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧ વાગ્યા સુધી પશુ પક્ષી માટે વિનામુલ્યે આ પાણી પીવાના કુંડા અને ચકલીના માળા આપવામાં આવશે ત્યારે આ સંસ્થાની સેવાકિય પ્રવૃતિને વેગ આપવા માટે મોરબીના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને સાથે જ એક કદમ મહિલા સુરક્ષા હેઠળ મહિલાઓને વિનામૂલ્યે સેનેટરી પેડ વિતરણ કરવામા આવશે. તેવું સંસ્થા પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા તથા પ્રોજેકટ ચેરમેન સમીર ગાંધી સહિતએ જણાવ્યુ છે
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટેના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અગાઉ રવાપર રોડે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને કાલે રવિવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સવારે ૧૦ વાગ્યાથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે