મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડ યોજાશે હનુમાન ચાલીસા કથા: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન
મોરબીના રેલ્વે સ્ટેશનમાં ટ્રેન હડફેટે ચડી ગયેલા અજાણ્યા યુવાનનું મોત
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશનમાં ટ્રેન હડફેટે ચડી ગયેલા અજાણ્યા યુવાનનું મોત
મોરબીના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પાસે અજાણ્યો યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી કરીને ગંભીર હાલતમાં મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવને પગલે હાલ અજાણ્યા મૃતક યુવાનના વાલી વારસોની શોધખોળ કરવા માટે રેલ્વે પોલીસે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
રેલ્વે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ ઉપરથી તા.૨૨-૪ ના જ્યારે કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેનની હડફેટે આસરે ૨૬ વર્ષીય અજાણ્યો યુવાન ચડી ગયો હતો અને ટ્રેનની ટક્કર લાગતા તેને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતુ. મૃતકે શરીર ઉપરના ભાગે સફેદ કલરનો શર્ટ તથા નીચે બ્લુ કલરનું પેન્ટ કરેલ હોય તેમજ લાંબા વાળ તથા દાઢી રાખેલ છે અને હાથની કલાઇ ઉપર 'જીતુ' તેમજ 'એ' તથા 'ઇલા' ત્રોફાવેલ હોવાનું રેલ્વે પોલીસ તરફથી જાણવા મળેલ છે. ઉપરોક્ત વર્ણન મુજબનો કોઈ યુવાન જો ગુમ હોય તો મોરબી રેલ્વે પોલીસનો સંપર્ક કરવામાં આવે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં બેને ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નિચરની સામે આવેલ અર્જીલ સીરામીકના ગેઇટ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં મોરબીની સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ભીમજીભાઈ પરમાર (૪૪) અને યોગેશ મુકેશભાઈ પરમાર (૧૮) ને ઈજાઓ પહોંચતા બંનેને ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાછળના કાંતિનગર વિસ્તારમાં રહેતા અમીનાબેન હાજીભાઇ હિંગોરજા નામની ૨૮ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેણીને પણ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જેથી પોલીસે આ બનાવની પણ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.