મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં ન્હાવા જતા સમયે હીટરમાં શોટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં ન્હાવા જતા સમયે હીટરમાં શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા અને મૂળ નવા જાંબુડીયા ગામનો કોળી યુવાન બાથરૂમમાં ન્હાવા માટે જતો હતો ત્યારે તેને હીટરમાં શોટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જેથી પોલીસને જાણ થતાં પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ નજીક ભાડાના મકાનમાં રહેતો અને મૂળ નવા જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીનો રહેવાથી અજય રમેશભાઈ પાટડીયા જાતે કોળી નામનો ૨૨ વર્ષીય યુવાન તેના લખધીરપુર રોડ ઉપરના ભાડાના મકાનમાં બાથરૂમમાં ન્હાવા માટે જતો હતો તે દરમિયાન પાણી ગરમ કરવા મૂકવામાં આવેલા હીટરમાં તેને શોટ લાગ્યો હતો અને ઇલેક્ટ્રિકશોટ લાગતા અજય રમેશભાઈ પાટડીયા નામના કોળી યુવાનનું મોત નીપજયું હતું.જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ અને હોસ્પીટલ સતાવાળા તરફથી બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પિન્ટુબેન મનુભાઈ સોલંકી નામની ૩૩ વર્ષીય મહિલાને શહેરના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યા હતા અને બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગની પાછળ આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં વિજય છગનભાઈ મહેતા નામના ૪૮ વર્ષીય યુવાનને પણ ઈજાઓ પહોંચી હોય તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો તે અંગે પણ બી ડીવીજનના પી.જે પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.








Latest News