મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી: ૩ સામે ગુનો નોંધાયો
મોરબીના શક્તિ પ્લોટમાં જિમના ટ્રેનરે ફ્લેટમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના શક્તિ પ્લોટમાં જિમના ટ્રેનરે ફ્લેટમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટમાં આવેલા પવનસુત એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ પર આવેલ શક્તિ પ્લોટ વિસ્તારમાં પવનસુત એપાર્ટમેન્ટની અંદર રહેતા અશ્વિનભાઈ હર્ષદભાઈ કેલૈયા (ઉ.૩૦) એ પોતાના ફ્લેટની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને અશ્વિનભાઈના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં હેડ કોન્સટેબલ એમ.એલ.રોજાસરા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાને છ મહિના પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે સમયસર સારવાર મળી ગયેલ હોવાની તેનો જીવ બચી ગયો હતો અને આ યુવાન મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને મોરબીમાં જિમના ટ્રેનર તરીકે ન ઓકારી કરતો હતો