મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી
SHARE
મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી
મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પોતાનું મોપેડ પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર જાતે ખવાસ રાજપૂત (ઉંમર ૬૭) પોતાનું મોપેડ નં. જીજે ૩૬ એન ૪૬૧૮ લઈને મોરબીમાં શાકમાર્કેટ પાસે ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું મોપેડ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોપેડની ચોરી થઇ હોવા અંગેની ભોગ બનેલા ભીખાલાલ ખેરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
આપઘાતનો પ્રયાસ
મોરબીની ભરવાડ શેરીમાં રાધે ક્રીષ્ના મંદીર વિજયનગરમાં રહેતી લાંબરીયા નિશાબેન રતીલાલભાઇ (ઉ.૨૧)એ પોતાના પિતાના ઘરે વાવડી રોડ ભગવતીપરામાં ચુંદડીવડે પંખા સાથે ગળે ફાંસો ખાતા તેનો ભાઇ સાગર તેને જોઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ મહિલાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એમ.પટેલે પરિણીતાનું નિવેદન લીધું હતું જેમાં તેને જણાવ્યુ હતું કે, પતિ અને સાસુ સાથે અવાર નવાર બોલાચાલી થતી હોય તે બાબતે લાગી આવ્યું હતુ જેથી આવેશમાં આવીને પિતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો