મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શનિ-રવિવારે ફ્રી કેન્સર નિદાન કેમ્પ: સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું આયોજન


SHARE













મોરબીમાં શનિ-રવિવારે ફ્રી કેન્સર નિદાન કેમ્પ: સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું આયોજન

મોરબીના શ્રીવીશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત શ્રી ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી શનિવાર તેમજ રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.દાતા સ્વ.રોહિતભાઈ છબીલદાસ દોશીના આત્મશ્રેયાર્થે અરુણાબેન દોશીના હસ્તે આ કેમ્પ માટે આર્થીક સહયોગ આપવામાં આવેલ છે.

મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.આગામી તા.૩૦-૪ અને તા.૧-૫ એટલે કે આગામી શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે ફ્રી માં કેન્સર નિદાન કેમ્પ યોજાશે.જેમા તપાસણી કરીને નિદાન કરી આપવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ નોંધાવવાનું રહેશે.સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહ તથા ટ્રસ્ટી ભાવેશભાઇ દોશીએ જરૂરીયાતમંદ દર્દીઓને આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.

સ્ત્રી સ્વરક્ષણની તાલીમ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે અને આ તાલીમનો જે બ્રાહ્મણ માતાઓ અને બહેનોએ લાભ લેવો હોય તેમને હેતલબેન વ્યાસ (૯૪૨૮૨૮૦૩૯૭), અલકાબેન દવે (૮૯૦૫૮૭૭૧૯૦), ઝંખનાબેન દવે (૯૯૦૯૦૦૯૦૨૫) અને કૃપાનીબેન ભટ્ટ (૯૯૭૮૩૦૦૦૮૦)ના મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે 








Latest News