મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે ઘર પાસે ટ્રેક્ટર-ટ્રોલી રાખવાની ના કહેતી મહિલા અને તેના પતિ-દીકરાને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના મહીકા ગામે ઘર પાસે ટ્રેક્ટર-ટ્રોલી રાખવાની ના કહેતી મહિલા અને તેના પતિ-દીકરાને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે પોતાના ઘર પાસે ટ્રેક્ટર ટ્રોલી રાખવાની મહિલાએ ના પડી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે તેને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ત્યારે મહિલાને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પતિ અને દીકરાને પણ માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામે રહેતા ફારૂકઅલી અયુબભાઇ બાદી જાતે મોમીન મુસ્લીમ (ઉ.૩૧)એ હાલમાં હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદી રહે ત્રણેય મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માતા અમીનાબેને આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદીને પોતાના ઘર પાસે તેઓના ટ્રેક્ટર ટ્રોલી રાખવાની ના પડી હતી જેથી કરીને હામીદભાઇ માહમદભાઇ બાદીને સારૂ ન લાગતા તેને અમીનાબેનને બન્ને હાથે તથા પગમાં લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ડાબા હાથે પંજાના ભાગે ફ્રેક્ચરની ઇજા કરી હતી તેમજ જમણા હાથે તેમજ પગે મુંઢ ઇજા કરી છે બાદ દેકારો સાંભળીને ફરિયાદી યુવાન અને તેના પિતા ત્યાં આવી તેને છોડાવવા માટે વચ્ચે પડતા આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદીએ તેના પિતા અયુબભાઇને લોખંડના પાઇપ વડે માથામાં એક-બે ઘા માર્યા હતા અને આરોપી આતીફભાઇ માહમદભાઇ બાદીએ અયુબભાઇને લોખંડના પાઇપ વડે બન્ને હાથમાં માર મારતા મુંઢ ઇજા થઈ હતી અને આરોપી ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદીએ ફરિયાદીને ડાબા હાથના પોચાના ભાગે લોખંડના પાઇપનો ઘા મારી દેતા ફ્રેક્ચરની ઇજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી અને તેના માતા પિતાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩૩૨૪૩૨૫૫૦૪૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 








Latest News