મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ
SHARE









મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મદિને કાલે હળવદમાં હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ
મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મ દિવસની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને હળવદના બસ સ્ટેશન પાસે આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાખવામા આવેલ છે
મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોક્ટરો સાહિરની ટીમના સહયોગથી મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ રાજોધરજી હાઇસ્કુલ ખાતે તા ૨૮ ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧ સુધી રાખવામા આવેલ છે ત્યારે આ કેમ્પમાં દરેક દર્દીને ઇસીજી એટલે કે હૃદયની પટ્ટી, આરબીએસ એટલે કે ડાયાબીટીસ અને બીપી એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં ૨ ડી ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. અને માં કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રી માં થશે જેથી કરીને આ કેમ્પનો વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
