મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE













મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ અને સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી પાંખો દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારઑ કરવામાં આવી રહી છે અને શોભાયાત્રા, રસ ગરબા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજની જુદીજુદી પાંખો દ્વારા હાલમાં આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨ ના રોજ રાતે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ રાખવામા આવેલ છે અને તા ૩ ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડે આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવ પરિવારોને આ કાર્યક્ર્મમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે જણાવ્યુ છે.








Latest News