મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાના શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ફરીથી શુરુ કરવાની માંગ કરવામાં આવી રહી છે જો કે, સરકાર દ્વારા હજુ તેઓની માંગણીને સંતોષવામાં આવી નથી ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને શિક્ષકોની જુની પેન્શન યોજના ફરીથી શુરુ કરવાની તેમજ તેઓના પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ કરી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામ સામે અન્ય ઘણા કામો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે આ શિક્ષકોને પહેલા જે જૂની પેન્શન યોજના હતી તેનો લાભ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે.  ત્યારે ૪૦ વર્ષની નોકરી બાદ વૃધા અવસ્થામાં આ શિક્ષકોને પોતાનું ગુજરાત ચલાવવામાં જૂની પેન્શન યોજના ખુબ જ આર્શીવાદ રૂપ હતી. અને રાજસ્થાન સરકાર દ્વારા પણ હમણા આ યોજના ફરીથી ચાલુ કરવામાં આવેલ છે. તો ગુજરાતમાં પણ આ યોજના ચાલુ કરવાની માંગણી કરેલ છે.આ ઉપરાંત શિક્ષકોના ફિક્સ પગાર સામે સુપ્રીમ કોર્ટનો કેસ પાછો ખેંચવો, પગાર પંચની ભલામણનો અમલ કરવો, મૂળ નિમણુક તારીખથી નોકરી સળંગ ગણવી, ઉચ્ચતર પગાર ધોરણોના લાભો આપવા વગેરે માંગણીનો સ્વીકાર કરીને શિક્ષકોને  ન્યાય કરવાની માંગ કરેલ છે




Latest News