મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન
મોરબીમાં દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા યોજાશે
SHARE









મોરબીમાં દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા યોજાશે
મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે આગામી શનિવારને તા ૩૦ ના રોજ સાંજે ૮ કલાકે રવાપર રોડ પર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવેણી સંગમ જોવા મળશે
કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ચારોલા પરિવાર દ્વારા ૧૦૦૦ સગર્ભા મહિલાઓને ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તક ભેટ આપવામાં આવશે ઉપરાંત ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તકની ૨૫૦૦૧ પ્રિન્ટનું વિમોચન કરવામાં આવશે અને ત્યારે દાતાઓનું શાબ્દિક સન્માન કરવામાં આવશે. આ તકે બગથળા નકલંક મંદિરના દામજી ભગત સહિત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો હાજર રહેશે તેવું કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. સતીષ પટેલે જણાવ્યુ છે
આયુર્વેદ સભા યોજાશે
મોરબીના આંગણે કોરોના કાળ પછી તંદુરસ્ત જીવન શૈલી જીવવા માટે અને આયુર્વેદ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુ થી યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી, કીડ્ઝ પ્રિ સ્કૂલ પરિવાર અને આયુર્વેદ પરિવાર મોરબી દ્વાર રાત્રિ સભાનું આયોજન કરેલ છે જેમાં આયુર્વેદ ઉત્પત્તિ, ત્રુતુચર્યા, તમારૂ રસોડું તમારો મેડિકલ સ્ટોર્સ, વનસ્પતિ ઉછેર ઉપયોગીતા વિગેરેની માહિતી વક્તા પટેલ ચન્દ્રશેખર અને ઝાલા કિરીટસિંહ દ્વારા આપવામાં આવશે આ કાર્યક્રમ યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી અને કીડ્ઝ, નવજીવન સ્કૂલ અને રામેશ્વર પાર્ટી પ્લોટ વચ્ચે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે તા ૨૭ ના રોજ રાત્રે ૯ થી ૧૦ યોજાશે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે
