મોરબીમાં દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા યોજાશે
મોરબીમાં પર્યાવરણ પરિવાર અને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માળાનું વિતરણ
SHARE
મોરબીની ગર્લ્સ હાઇસ્કૂલમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીના માળા મૂકાયા
મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં પંખીના માળા લગાવવામાં આવ્યા હતા. આ સમયે એમ.પી. શેઠ. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન એમ. જાદવ, ગીતાબેન ગાવિત, વર્ષાબેન સુખાનંદી તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), નકુમ મનોજ, નકુમ હર્ષદ, નકુમ હાર્દિક ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પક્ષીના માળા-કુંડાનું વિતરણ
મોરબીમાં ગઇકાલે અબોલ જીવ પશુ પક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અલગ-અલગ જગ્યાએ પક્ષી માટે પાણી તથા ચણ માટેના કુંડા, ચકલી માટે પૂઠાના ચકલી ઘર અને ચકલી માટે માટીના ચકલી ઘર મુકવામાં આવેલ હતા આ પ્રોજેક્ટમાં રંજનબેન સારડા, કવિતાબેન મદ્લાણી, પ્રીતિબેન દેસાઈ, રેખાબેન મોર, કિરણબેન મિશ્રા, નિશીબેન બંસલ, બબીતાબેન સાંધી, તેમજ બલ્કેશ મીના સહિત અન્ય સભ્યોએ હાજરી આપી હતી