મોરબીના લાલપર પાસે ભરવાડ વાસમાં આગ લગતા એક વાંછડીનું મોત: ત્રણ અબોલ જીવ સારવારમાં
મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી
SHARE
મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી
મોરબીમાં અગાઉ એસટીની બસો ધક્કા ગાડી જેવી હતી તેના સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે આ અંગે મીડિયા સમક્ષ બોલનાર એસટી ડ્રાઇવરને સજાના રૂપે દંડ અને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ અને ત્યાર બાદ તેને નોકરી ઉપર લઈને ગોંડલ બાદ જસદણ બદલી કરવામાં આવી છે આમ તે કર્મચારીને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી કરીને તેને એસટીના મેનેજીંગ ડિરેક્ટર પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી છે.
મોરબીમાં એસટીના ફિક્સ પગારદાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ દોઢેક વર્ષ પહેલા એસટીની ધક્કા ગાડી છે તેવા સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે તેને મીડિયામાં માહિતી આપી હતી જેથી કરીને તેને પાંચ પ્રકારની સજા કરવામાં આવી હતી જેમાં તેને છેલ્લે ગોંડલટી બદલી કરીને જસદણ મૂકવામાં આવેલ છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ જાતના વાંક વગર એસટીના યુનિયન અગ્રણી, અધિકારીઓ દ્વારા માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરવામાં આવે છે અને તેનો દીકરો પણ બીમાર છે ત્યારે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મેનેજીંગ ડિરેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની મંજૂરી માંગી છે અને આ પત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વાહન વ્યવહાર મંત્રી વિગેરેને મોકલવામાં આવી છે