મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા-૨૦૨૨ ની ચુટણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE









મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા-૨૦૨૨ ની ચુટણી સંદર્ભે મિટિંગ યોજાઇ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા તાલુકા ભાજપના હોદેદારોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ, ઉપપ્રમુખ હસુભાઇ પંડયા, મંત્રી રમાબેન ગડારા હાજર રહ્યા હતા અને મોરબી તાલુકાના દરેક શકિત કેન્દ્ર ઉપર દર રવિવારે પેજ પ્રમુખ, બુથ પ્રમુખ અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સભ્યો સાથે મળી ટીફીન બેઠકનુ આયોજન કરવુમાં આવશે તેમજ આંગણવાડીમા કુપોષિત બાળકો છે ત્યા આપણા આગેવાનો દ્વારા પોષક તત્વ યુક્ત ખોરાક પહોચાળી આપણા વિસ્તારમા એક પણ બાળક કુપોષિત ન રહે એવી રીતે અભિયાન હાથ ધરવાનું જણાવાયુ હતું દરેક ગ્રામ્ય વિસ્તારમા છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેમાં ભાજપ કાર્યકર્તા પૂરક બને, મીટીંગમા તાલુકા ભાજપના હોદેદારો એકી અવાજે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા શક્ત શનાળા ખાતે મંજુર કરેલ સરકારી મેડીકલ કોલેજ (GMERS) ઝડપ થી કાર્યાન્વિત થાય જેથી ગરીબ દર્દીઓને મેજર ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ સિવિલમા ન જવુ પડેએ સુવિધા મોરબી સિવિલમા ઉપલબ્ધ થાય આ મીટીંગમા મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી તમામ મોર્ચાના પ્રમુખ અને મહામંત્રી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાપત સભ્યો હાજર રહ્યા હતા




Latest News