મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા-૨૦૨૨ ની ચુટણી સંદર્ભે મિટિંગ યોજાઇ
મોરબીમાં સગીરા પર બળાત્કાર કેસમાં મદદગારી કરનાર બે ની ધરપકડ
SHARE









મોરબીમાં સગીરા પર બળાત્કાર કેસમાં મદદગારી કરનાર બે ની ધરપકડ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી થોડા સમય પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તપાસ દરમ્યાન ભોગ બનનાર સગીરા તથા મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને મદદ કરનાર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા સમય પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય તે અંગે સગીર વયની યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.જેમાં અપહરણ, બળાત્કાર અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવતા તપાસ દરમિયાન ભોગ બનેલી સગીરા તથા મુખ્ય આરોપી જે તે સમયે મળી આવ્યા હતા.બાદમાં તપાસ દરમિયાન આરોપીને રહેવા માટે મદદ કરી આપનાર આરોપીના મિત્ર અને તેના મિત્રના પિતાની પોલીસે ધરપકડ કરાયેલ છે.બળાત્કાર અને અપહરણના ગુનામાં મદદગારી સબ હાલમાં બી ડિવિઝન પીઆઈ દેકાવાડીયા દ્વારા નવઘણ રણછોડ પાટડીયા કોળી (૪૦) અને પ્રહલાદ નવઘણ પાટડીયા કોળી (૨૦) રહે.ધણાદ તાલુકો હળવદ જીલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.
મારામારીમાં ધરપકડ
મોરબીના વાવડી રોડ ઉપર થોડા સમય પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને તપાસ દરમિયાન તપાસ કરી રહેલા છે એ.એમ.ઝાપડિયા દ્વારા હાલમાં બનાવમાં સંડોવાયેલાં જયંતિ દાના કંજારીયા (૩૫) અને પ્રકાશ જગદીશ નકુમ (૩૨) રહે.બંને વાવડી રોડ મોરબી વાળાઓની ધરપકડ કરી હતી.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીની સગાઈ બાબતે યુવતીના ભાઇએ ના પાડી હતી અને તે બાબતમાં તે સતવારા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો તેમજ યુવાનને માથાના ભાગે પાઇપ ફટકારવામાં આવ્યો હતો તે અંગે ભોગ બનેલ યુવાન દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ઉપરોકત બંન્નેની ધરપકડ કરવામાં આવી છે.
