મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના ૩૦૦ થી પણ વધારે ખેડૂતએ તેમાં ભાગ લીધો હતો જેમાં કિસાન ગોષ્ટી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં અનુભવો, વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા તેમજ ખેતીવાડી ખાતું જિલ્લા પંચાયત મોરબી, પશુપાલન વિભાગ, મોરબી દ્વારા ખેડૂતોની સહાય લક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે કૃષિ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવેલ, અને પ્રાકૃતિક ખેતીને લગતા હળવદ, વાંકાનેર માળિયા અને મોરબી તાલુકાના ખેડૂતોના જુદા જુદા નિદર્શન સ્ટોલ હતા જેમાં ખાસ કરીને દાડમ, લીંબુ, ખારેક, લીલી હળદર, ચણા ઘઉં અને શાકભાજીનું પ્રદર્શન હતું. જેથી મુલાકાત લેનાર ખેડૂતોને આ અંગે પ્રત્યક્ષ માર્ગર્શન માર્ગદર્શન મળી રહે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ક્રિભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત કેન્દ્રના વડા ડૉ. જીવાણી કર્યું હતું જ્યારે આભારવિધી કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ કરી હતી.
