મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રરહેવાના છે અને તેના હસ્તે “ગાંધીબાગનું પુષ્પ” ગોકળદાસભાઈ પરમાર સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે
કાલે તા ૨૮ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુનું અનાવરણ, આર્ટ ગેલેરી સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, કબીરધામ આશ્રમના મહંત શિવરામદાસ ઉપસ્થિત રહેશે તેમ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કણઝારીયાએ જણાવ્યુ છે
મામાદેવનો નવરંગ મંડપ
મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવાર તા.૭ ના રોજ થાંભલી રોપણ અને ભુવાના સામૈયા સવારે શુભ ચોઘડીયે કરાશે. અને મહાપ્રસાદ સાંજે ૬:૩૦ કલાકે રાખેલ છે અને થાંભલીના વધામણા તા.૮ ને રવિવાર સવારે કરાશે.