મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
ટંકારા તાલુકા પંચાયત સદસ્ય અને દલિત સમાજના આગેવાનો દ્વારા જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માંગ
SHARE









ટંકારા તાલુકા પંચાયત સદસ્ય અને દલિત સમાજના આગેવાનો દ્વારા જીજ્ઞેશ મેવાણીને મુક્ત કરવાની માંગ
ટંકારા તાલુકા પંચાયત સદસ્ય તથા દલિત સમાજ દ્રારા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બિન કાયદેસર ધરપકડ કરેલ છે તેના વિરોધમાં અને જીજ્ઞેશ મેવાણીને સત્વરે મુક્ત કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા આ આવેદન પત્રમા જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિ ના હોય સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરે છે પરંતુ આ લોકશાહી દેશમાં આવી તાનાશાહી અને હિટલર શાહી ચલાવી નહી લેવાઈ તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટેની માંગ કરેલ છે અને જો આમ કરવામાં નહી આવે તો ના છુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
