વાંકાનેર અમરસર ફાટક પાસે એક વર્ષ પૂર્વ પોલીસ વૅનની ઠોકરે ઘાવાયેલા આધેડનું મોત
મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો
મોરબી એલ.ઈ. કોલેજ ખાતે પોતાની ફરજ પ્રત્યે ખુબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ વય મર્યાદાના લીધે આજે નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોલેજ અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજને પ્રિન્સીપાલ તથા પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ (૩૦)એ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી સાથોસાથ મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા પણ વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડનો અલગથી સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો