મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો
મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન
SHARE
મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન
મોરબીમાં કાર્યરત સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા આગામી તા.૨-૫ ને સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરાયુ છે જે દરમિયાન પિળા પાનનો પરમાટ વિષય ઉપર વકતવ્યનું પણ આયોજન કરાયુ હોય તેનો લાભલેવા યાદીમાં જણાવાયેલ છે.
મોરબી સિનિયર સિટીઝન સંસ્થા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટે માહીતી આપતા જણાવેલ છે કે આગામી તા.૨-૫ ને સોમવારના ના રોજ સવારે ૧૦ વાગ્યે શહેરના શનાળા રોડ પર આવેલી હોટલ મહેશ ખાતે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને મીટીંગ દરમિયાન ડો.ભાવેશ બી. જેતપરીયા "પીળાં પાનનો પમરાટ" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપશે માટે સીનીયર સીટીઝન કાઉન્સિલના તમામ સદસ્યોને પધારવા જાહેર આમંત્રણ છે અને કાર્યક્રમ પુર્ણ થયે ભોજન સમારંભનું પણ સંસ્થા દ્રારા આયોજન કરવામાં આવેલ છે.
મામાદેવનો નવરંગ મંડપ
મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૭-૫ ને શનિવારના રોજ શુભ ચોઘડીયે થાંભલી રોપણ અને ભુવાના સામૈયા થશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. તા.૮ ને રવિવાર સવારે થાંભલીના વધામણા કરાશે તેમ આયોજકોએ યાદીમાં જણાવેલ છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર