મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન
મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત
SHARE









મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત
મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર મોટા ગબડ પડી ગયા છે જેથી કરીને ત્યાં પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયાએ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે, વાવડીથી ગોર ખીજડીયા અને વનાળીયા થઈને માનસર ગામ સુધીનો રોડ ખરાબ છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે માટે ત્યાં પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે અને માનસર ગામના દર્દીઓ સરકારી યોજનાનો લાભ લઈને સારવાર લઈ શકે તે માટે જરૂરી અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે કેમ્પ ગામમાં જ યોજવામાં આવે તેવી માંગ કરેલ છે .
