રાજકોટના એન.ડી.પી.એસ. અને દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો
SHARE









રાજકોટના એન.ડી.પી.એસ. અને દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કામ કરી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના રામભાઇ મંઢ, દશરથસિંહ ચાવડા અને રવિરાજસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળી હતી તેના આધારે ટંકારા લતીપર ચોકડી નજીક આવેલ શિવકૃપા હોટલ ખાતેથી રમજાનભાઇ રહીમભાઇ જુમાભાઇ શેખ ફકીર (ઉ.વ.૨૩) રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ ધોળકીયા સ્કુલની બાજુમાં આવાસ યોજનાના કવાર્ટરમાં મુળ રહે.રાજકોટ રેલ્વેસ્ટેશન પાછળ રૂખડીયા કોલોની રાજીવનગર હાજીપીરની દરગાહ વાળાને હસ્તગત કરી રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં તેમજ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસની કલમ ૮ (સી), ૨૦ (બી) ના ગુનામાં આરોપી સંડોવાયેલ હોય આ બન્ને ગુનામાં આરોપી નાસતો ફરતો હતો તેને પકડીને આગળની કાર્યવાહી માટે રાજકોટ શહેર માલવીયાનગર તથા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી અને આરોપીને ટંકારા પોલીસ ખાતે સોપી આપેલ છે
