મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત


SHARE













મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમ ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લો બન્યો પરંતુ ૭ વર્ષ પછી પણ મોરબી જિલ્લાને આજ સુધી ગ્રાહક કોર્ટ મળી નથી જેથી તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યો તેને ૭ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે અને તમામ સરકારી કચેરીઓ આવી ગઇ છે અને કાર્યરત થઇ ગઇ છે જોકે મોરબીના ગ્રાહકોના પ્રશ્ન ઘણાં જ છે જેમાં મુખ્યત્વે હાલમાં ગ્રાહકોના એકસો વીસ કેઇસ રાજકોટ ખાતે રાજકોટ તકરાર નિવારણ કમીશનમાં ચાલે છે. તથા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સાત કેઇશ ચાલે છે. અને નવી દિલ્હી ખાતે પણ ત્રણ કેઇસ ચાલે છે. હવે ગ્રાહકને મોટી મુશ્કેલી પદ રહી છે અને રાજકોટ ખાતે ફકત મંગળવારે જ કોર્ટ ચાલે છે. જેથી ગ્રાહકોના કેઇસનો ભરાવો (પેઇન્ડીંગ) થાય છે. અને વર્ષોથી ગ્રાહકને ન્યાય મળતો નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાગો ગ્રાહક જાગોની યોજના સફળ બનાવવા ધણા બધા સુધારા કર્યા છે. પરંતુ ગ્રાહક માટેની કોર્ટ ચાલતી ન હોય યોજના નિષ્ફળ થાય તેવું દેખાય છે. જ્યારે કોર્ટ જ ન ચાલતી હોય ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ ઉઠતો જાય છે માટે મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા માટે યોગ્ય અને ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ પણ રાજયના મુખ્યમંત્રી સમક્ષ આ મુદે માંગ કરેલ છે.








Latest News