મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં યોજાયા વધુ એક ઘડિયા લગ્ન
SHARE
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં યોજાયા વધુ એક ઘડિયા લગ્ન
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા.ઉમા ટાઉનશીપ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીના ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાણીના ચિ.વિપુલભાઈ વીરજીભાઈ અઘરા સાથે ઘડીયા લગ્ન યોજાયા હતા.આ તકે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપીને નવ યુગલને સૌએ સુખી દાંપત્ય જીવનના આશિર્વાદ આપ્યા હતા.