મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં યોજાયા વધુ એક ઘડિયા લગ્ન
મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651238965.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતી પરિણીતાએ તેના ઘેર વહેલી સવારે ગળેફાસો ખાઇ લેતાં તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને માનસિક અસ્થિરતાના પગલે તેણીએ ઉપરોકત પગલું ભર્યુ હોવાનું તપાસ દરમિયાન સામે આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા અમૃતબેન ઉર્ફે અમિતાબેન રમેશભાઈ ભંખોડિયા નામની ૩૪ વર્ષીય પરિણિતાએ આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ લેતાં તેણીને બેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને તેણીને મૃત જાહેર કરી હતી અને તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.જેથી આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ કરતાં ખૂલ્યું હતું કે મૃતક અમૃતબેનનો લગ્નગાળો ૧૪ વર્ષનો હતો અને સંતાનમાં બે બાળકો છે.છેલ્લા ઘણા સમયથી તેઓની માનસિક બીમારી સબબ દવા ચાલુ હોય માનસિક અસ્થિરતાના પગલે તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.
ગળેફાંસો ખાતા મહીલા સારવારમાં
કચ્છના રાપર તાલુકાના નવાપરા વિસ્તારમાં રહેતી માલતીબેન આનંદભાઈ મોહનભાઈ કાપડી નામની ૨૩ વર્ષીય મહિલા ગળેફાસો ખાઇ જતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ અંગે રાપર પોલીસને જાણ કરી હતી.
યુવતી સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રીજન્ટા હોટલના રૂમ નંબર ૩૧૨ માં રોકાયેલ મૂળ જૂનાગઢના ગાંધીધામ વિસ્તારની રહેવાસી ચાર્મીબેન ચીતરંજનભાઈ દેસાઈ (૩૫) નામની બ્રાહ્મણ યુવતી કોઇ કારણોસર વધુ પડતાં ઘેનના ટીકડા ખાઇ જતાં તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે તેણીના મા-બાપ જુનાગઢ રહે છે જ્યારે ભાઈ અને ભાભી હૈદરાબાદ રહેતા હોય મોરબીમાં આવેલ અને હોટલમાં રોકાયેલ યુવતીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જ્યારે હળવદ તાલુકાના શિવપુર ગામના નરભેરામ મોહનભાઈ જેઠલોજા નામનો ૪૦ વર્ષીય યુવાન માથક અને નીચી માંડલ ગામ વચ્ચેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા નરભેરામભાઈ જેઠલોજાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
કામ દરમિયાન ઇજા થતાં સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ વેલોના સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં કામ કરતા કરશનભાઈ રાઠોડ નામના ૧૯ વર્ષના યુવાનને કામ દરમિયાન ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદના રહેવાસી અશરફભાઈ અબ્દુલભાઈ બેલીમ નામના ૫૨ વર્ષીય આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે ઘણાદ ગામની પાસે તેઓનું બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલ અકસ્માતમાં વાલજીભાઈ મલાભાઇ ડાભી રહે.વજેપર મોરબીને સારવારમાં ખસેડાયા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)