મોરબીના સોઓરડી રોડ ઉપર બેકાબુ કારે બાઈકને હડફેટે લેતા બે ને ઈજા
SHARE
મોરબીના સોઓરડી રોડ ઉપર બેકાબુ કારે બાઈકને હડફેટે લેતા બે ને ઈજા
મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડ ઉપર આવેલ સની પાજી દા ઢાબા હોટલ નજીક મોડી રાત્રીના બેકાબૂ કારે બાઇકને હડફેટે લીધું હતું.જે બનાવમાં ઇજાઓ થતાં બે યુવાનોને સારવાર માટે ખસેડાયા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ તા.૨૭ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં સોઓરડી મેઇન રોડ ઉપર સની પાજી દા ઢાબા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બેકાબૂ કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક સવાર રાહુલ અનિલ પરમાર (૧૬) રહે.ચામુંડાનગર ગાયત્રી ટાઇલ્સ પાસે સોઓરડી પાછળ અને આકાશ ગલાભાઈ પરમાર (૨૫) રહે. રામદેવપીર મંદિર પાસે સોઓરડીને ઈજાઓ પહોંચી હતી જેથી બંનેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામના રહેવાથી કાંતાબેન મિતેશભાઇ કુંઢીયા નામની ૩૬ વર્ષીય મહિલાને તેના પતિએ માથામાં માર મારતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને કાંતાબેનને વધુ સારવાર માટે આગળ રીફર કરવામાં આવ્યા હતા.તે રીતે જ ટંકારાના મોટા ખીજડીયા ગામના રહેવાસી કૈલાષબેન મહેન્દ્રભાઈ સોલંકી નામની ૨૭ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા કૈલાષબેનને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
કચ્છના રાપર તાલુકાના કુંભારીયા ગામની વતની બબીબેન હીરાભાઈ ભરવાડ નામની ૨૨ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું જાણવા મળેલ છે બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી બનાવ રાપર પોલીસની હદમાં બનેલ હોય ત્યાં જાણ કરી હતી.વધુમાં પોલીસના જણાવ્યા મુજબ બબીબેનના લગ્ન થઈ ગયા છે પરંતુ હાલ તેઓ તેમના માવતરને ત્યાં હોય અને તેણીને મોબાઈલ લેવો હોય પરંતુ પરિવારજનોએ હાલમાં મોબાઈલ લેવાની ના પાડી હતી તે વાતને લઈને બબીબેને ઉપર પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું..!
બાળક સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આલાપ સોસાયટીમાં રહેતા ત્રિલોક મનોજભાઈ બાવરવા નામના ૧૫ વર્ષીય બાળકને ઘર પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત ત્રિલોકને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદ તાલુકાના મેરૂપર ગામના યુવરાજ રમેશભાઈ મારૂ નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેના બહાર આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત યુવરાજને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણ નામની ૩૮ વર્ષીય મહિલાને તેના ઘરે તેના પતિએ કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદ માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.