મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ અને મોરબીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ : દેશીદારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ


SHARE













હળવદ અને મોરબીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ : દેશીદારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી જીલ્લામાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમા વેચાણ કરવામાં આવે છે ત્યારે હળવદ અને મોરબીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી અને જુદીજુદી જગ્યાએ દેશીદારૂની ત્રણ ભઠ્ઠી તેમજ વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધેલ છે.

દેશીદારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી ટીમે રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૨૦૦ લીટર આથો તેમજ દેશી દારૂ બનાવવા માટેના અન્ય સાધનો અને ૫૦ લીટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને ૫૦૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને વાસુદેવ ઉર્ફે ડાયાભાઈ પ્રેમજીભાઈ બજાણીયા જાતે કોળી (ઉ.૩૮) રહે. જુના ધનાળા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશીદારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના ચૂંટણી ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં સુંદરી ભવાની જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૭૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટેના અન્ય સાધનો અને ૮૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે સ્થળ પરથી ૫૦૫૦  રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં મહેશભાઇ ધીરૂભાઇ વાઘેલા જાતે દેવીપુજક (ઉ.૨૨) રહે. ચુંપણી વાળાની ધરપકડ કરેલ છે.

દેશીદારૂની ભઠ્ઠી

મોરબીના લીલાપર રોડ ઉપર દિવ્યાંગ કારખાના પાછળ વોકડાના કાંઠે સરકારી ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે એસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ દારૂ બનાવવા માટે જરૂરી સાધનસામગ્રી મળી આવેલ હોય પોલીસે કુલ મળીને ૫૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આકાશભાઈ રમેશભાઈ સાચા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. લીલાપર રોડ ફિલ્ટર હાઉસ પાસે મહાદેવ કારખાના વાળાની ધરપકડ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીના લક્ષ્મી નગર ગામ પાસે આવેલ લક્ષ્મીપ્લાઝા નજીકથી પસાર થઇ રહેલા એક શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવેલ હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની એક બોટલ સાથે અરુણસિંગ પ્રભુસિંગ રાજપૂત (ઉંમર ૨૪) રહે. બીજોલ (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસેથી પસાર કરેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી વિસ્કી દારૂની એક બોટલ મળી આવેલ હોય પોલીસે એક હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ઋત્વિકભાઈ રમેશભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૨૨) રહે. કાંતિનગર વસુંધરા હોટલની પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ કયાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બિયરના આઠ ટીન


મોરબી હળવદ હાઈવે ઉપર આંદરણાથી ચરાડવા ગામ તરફ જવાના રસ્તા ઉપર બિસેરો કારખાના બાજુમાંથી પસાર થઇ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી બીયરના ૮ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતના બીયરના ટીન અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ એમ કુલ મળીને ૫૮૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં રમેશભાઇ વેલાભાઇ ચીરોડીયા જાતે ભરવાડ (ઉ.૨૭) રહે. સમલી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકીભા ભરતસિંહ ઝાલા રહે. માથક વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતો છગન સિંધાભાઈ ગમારા નામનો એકવીસ વર્ષીય યુવાન પાનેલી રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા દિનેશ રામચંદ્ર વર્મા નામના એકવીસ વર્ષીય યુવાનને રફાળેશ્વર જતા સમયે રસ્તામાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યાsરે મોરબી નજીકના મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલ પ્રકાશ ગંગારામ મકવાણા નામના ૩૨ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ઝેરી દવા પી જતાં વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના કોઇલી ગામે રહેતા માવજીભાઇ અરજણભાઈ રાણવા નામના સીતેર વર્ષીય વૃદ્ધે તેમના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ કરતા હૃદયની બીમારી તેમજ બીપીની બીમારીથી કંટાળી જઇને તેમણે ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.જ્યારે મોરબીના નવાડેલા રોડ પાસે બાઇક સ્લીપ થઇ જતાં મોરબી વાલ્મીકિ વાસ વિસ્તારમાં રહેતા જગદીશભાઇ માવજીભાઇ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા.








Latest News