વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651411314.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા
(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે અને ગુજરાત એસટી સ્થાપના દિવસે વાંકાનેર ડેપો દ્વારા લોકોની માંગણીને લઇ નવા પાંચ રૂટ શરૂ કરવામાં આવ્યા જેમાં મોરબી થી સુરેન્દ્રનગર વાયા હળવદ અને વાંકાનેર થી બગદાણા વાંકાનેર થી માડોર મોરબી હાઉસિંગ હાઉસ થી રાજકોટ વાંકાનેરથી નલિયા આમ અલગ અલગ રૂટ શરૂ કરવામાં આવ્યા છે વાંકાનેર ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા રૂટ તેમજ પુન શરૂ કરેલ રૂપને વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરસિયા અને જયુભા જાડેજા ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ દ્વારા એસ.ટી.ની બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ પ્રસંગેને અનુરૂપ આપી એ.ટી. એસ. ભરતસિંહ જાડેજા, એ. ટી. આઈ મહેબુબભાઈ લાહેજી, નિવૃત ડેપો મેનેજર એન. પી. જાડેજા, ડિરેક્ટર જયદેવસિંહ જાડેજા (જે. જે.), કેશિયર જે. બી. ઝાલા, ફ્યુલ ક્લાર્ક જનકસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, અશોક થુલેટીયા, રાજભા પરમાર, હમિદ કાદરી તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી સવારે ૧૦:૦૦ કલાકે વાંકાનેર-નલિયા, ૧૧:૫૫ વાંકાનેર-બગદાણા, ૧૯:૦૦ વાંકાનેર-મંડોર, મોરબીથી સુરેન્દ્રનગર, મોરબી જુના હાઉસિંગથી રાજકોટ, રાજકોટથી જુના હાઉસિંગના રૂટ શરૂ કરવામાં આવેલ છે જેથી મુસાફરોને સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)