મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ યોજાઇ


SHARE









મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ યોજાઇ

મોરબીમાં રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા ગુજરાતના નેજા હેઠળ રાજ્યના નેતૃત્વ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના,તાલુકાના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન થયું હતું અને આગામી ૬ઠી મે ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવા માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે તેના સંદર્ભે જ્યારે ગુજરાત ભરમાંથી શિક્ષક ભાઈઓ બહેનો તથા કર્મચારીઓ માથે કેસરી પટ્ટી રાખી ધરણા કાર્યક્રમ આપવાના છે. આ બેઠકનું આયોજન સયુંકત મોરચાના સંયોજક દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક તાલુકામાંથી ખુબજ બહોળી સંખ્યામાં તમામ કર્મચારીઓ સહિત તમામ શિક્ષક બંધુ અને ભગીનીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થાય તે બાબત માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ જિલ્લાના ઉપાઘ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે માઇક્રો પ્લાનિંગ દ્વારા કાર્યક્રમને સફળ કેમ બનાવો ? તેનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગાંધીનગર ખાતે છઠ્ઠી મે ના રોજ ધરણામાં પાંચસોથી વધુ કર્મચારીઓ જોડાઈ તેવી શ્કાયતા છે




Latest News