મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ યોજાઇ
મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગ અભ્યાસને પાંચ વર્ષ પૂર્ણ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651411766.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગ અભ્યાસને પાંચ વર્ષ પૂર્ણ
મોરબીમાં બાબા રામદેવ પતંજલિ યોગ વિદ્યાપીઠના માર્ગદર્શનથી મિનાબહેન માકડીયાએ વર્ષ - ૨૦૧૫માં ઓમ પાર્ટી પ્લોટ,રવાપર તાલુકા શાળા,મધુરમ સોસાયટીના બગીચામાં વિવિધ જગ્યાએ દરરોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ સુધી બહેનોને યોગ કરાવવાનું ચાલુ કર્યું હતું ત્યારબાદ વર્ષ - ૨૦૧૫ થી આલાપ પાર્કમાં દિપેશભાઈ ઘોડાસરાના ખૂબ મોટા પાર્કિંગમાં પાંચ વર્ષથી ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી યોગનો લાભ લઈ રહ્યા છે ત્યારે આલાપ પાર્ક ચાલતા યોગ કેન્દ્રના પાંચ વર્ષ અને મોરબીમાં સતત સાત વર્ષ થતા ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સંગીતાબેન વડસોલાએ જણાવ્યું હતું કે હિમોગ્લોબીન ઘટી ગયું હતું ખુબ જ સુસ્તીનો અનુભવ થતો હતો પણ યોગ કરવાથી હિમોગ્લોબીનનું પ્રમાણ વધી ગયું અને ખુબજ સ્ફૂર્તિનો અનુભવ થવા લાગ્યો છે તો આ તકે યોગ કરાવતા યોગ ટીચરને સન્માનિત કરાયા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)