મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગ અભ્યાસને પાંચ વર્ષ પૂર્ણ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરાઇ
SHARE
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરાઇ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા ટીમ દ્વારા મહેન્દ્રનગર ગામે સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમાં મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ ભોજવિયા, ઉપપ્રમુખ તરીકે કાનજીભાઈ ઉચારા, સંગઠન મંત્રી તરીકે સાગર ધામેચાની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ સમાજને સંગઠીત અને શિક્ષણ શેત્રે કઈ રીતે આગળ લઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મયુર બાબરીયા, યોગેશજી ઠાકોર, જયદિપજી ઠાકોર, જે,બી ઠાકોર, કિશન કારૂ, રણજીત ચાવડા અને મહેન્દ્રનગર ઠાકોર સમાજનાં આગેવાન નવઘણભાઈ, ભરતભાઈ પીપળીયા, કિશનભાઈ સુરેલા, દશરથભાઈ વરાણીયા તેમજ મહેન્દ્રનગર ગામ સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યાં હતાં