ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ સમિતીની રચના કરાઇ
મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં વધુ બે બસ ખાબકી: જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર
SHARE









મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં વધુ બે બસ ખાબકી: જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર
મોરબીના નવા બસ સ્ટેશન પાસે ગટર ઊભરાવવાની સમસ્યા તેમજ ખુલ્લી ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે તેમ છતાં પણ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી જેથી કરીને અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલા એકટીવા, રિક્ષા અને એસટી ની બસ ઘૂસી હતી તેમ છતાં પણ ત્યાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં વારંવાર અકસ્માત ઠાવની સમસ્યા યથાવત જ છે તેવામાં રવિવારે બપોરના સમયે એસટીની એક બસનું પાછળનું ટાયર આ ખૂલી ગટરમાં ઘૂસી ગયું હતું અને ત્યાર બાદ વોલ્વો બસનું પાછળનું ટાયર આ ખૂલી ગટરમાં ઘૂસી ગયું હતું જેથી કરીને તેના કાચા પણ ફૂટી ગયા હતા આમ અત્યાર સુધીમાં ત્યાં અનેક અકસ્માતના બનાવ બનેલ છે અને તેમાં વાહનચાલકને નાના મોટી ઈજા થઈ છે તે હક્કિત છે ત્યારે આ ખુલ્લી ગટર પાસે જીવલેણ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું લોકો કહી રહ્યા છે
