મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં વધુ બે બસ ખાબકી: જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર
મોરબી પોલીસે અરજીના આધારે લોકોના ૧.૦૪ લાખના મોબાઈલ શોધી આપ્યા !
SHARE
મોરબી પોલીસે અરજીના આધારે લોકોના ૧.૦૪ લાખના મોબાઈલ શોધી આપ્યા !
સામાન્ય રીતે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હોય તેની ફરિયાદ નોંધાઈ પછી પોલીસે તપાસ કરીને ચોરને પકડીને મલીકને તેના મોબાઈલ શોધી આપતી હોય છે જો કે, મોરબી શહેરમા અગાઉ પોલીસે લોકોના મોબાઈલ શોધી આપ્યા હતા તેવી જ રીતે હાલમાં મોરબી શહેરમાં વધુ ચાર લોકોના ૧.૦૪ લાખની કિમતના ખોવાયેલા મોબાઈલ શોધી આપ્યા છે
મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી.એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ લોકોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપવા માટે ટિમ કામ કરી રહી હતી તેવામાં બી ડીવીઝન પોલીસના પ્રદીપસિંહ ઝાલાએ ટેકનીકલ મધ્યમથી ચાર વ્યક્તિના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપેલ છે આમ કુલ મળીને ૧.૦૪ લાખના મોબાઈલ શોધીને તેના મલીકને આપેલ છે