મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં દેશીદારૂ, લૂંટ, ચોરી અને હથિયારમાં અગાઉ પકડાયેલ મહિલા સહિત ત્રણ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE













મોરબીમાં દેશીદારૂ, લૂંટ, ચોરી અને હથિયારમાં અગાઉ પકડાયેલ મહિલા સહિત ત્રણ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લામાં જુદા જુદા ગુનાઓની અંદર સંડોવાયેલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં ઘકેલવા માટે તેને કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન હાલમાં વાહનચોરી, લૂંટ, હથિયાર અને દેશીદારૂ સહિતના ગુનામાં સંડોવાયેલ એક મહિલા અને બે અન્ય આરોપી મળીને ત્રણેય આરોપીઓને પાસા હેઠળ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને લોકોને સલામતી માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે અને ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોની સામે પાસાનું સશસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે ત્યારે મોરબી જિલ્લામાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સામે પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટની બજવણી કરીને ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ જાતે કોળી (ઉંમર ૪૦), રહે. ચિરોડા તાલુકો ચોટીલા વાળીને સુરતની લાજપોર જેલ ખાતે કરવામાં આવેલ છે તેવી જ રીતે મોરબી શહેરની અંદર વાહન ચોરી લૂંટ અને હથિયારના ગુનામાં અવારનવાર ઝડપાયેલા અસામાજિક તત્વ શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા રહે. શકત શનાળા તેમજ હાજીભાઈ અકબરભાઈ માણેક રહે. વીસીપરા જલજલા પાન પાસે મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અને શક્તિસિંહને સુરતની લાજપોર જેલમાં તેમજ હાજીભાઈને ભાવનગર જિલ્લા જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે








Latest News