મોરબીમાં દેશીદારૂ, લૂંટ, ચોરી અને હથિયારમાં અગાઉ પકડાયેલ મહિલા સહિત ત્રણ આરોપી પાસા હેઠળ જેલ હવાલે
મોરબીની લીલાપર ચોકડીએ પેટ્રોલપંપમાંથી રોકડા ૧.૦૩ લાખથી વધુની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીની લીલાપર ચોકડીએ પેટ્રોલપંપમાંથી રોકડા ૧.૦૩ લાખથી વધુની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલા અમરરતન પેટ્રોલપંપમાંથી રોકડા રૂપિયા ૧.૦૩ લાખથી વધુની ચોરી કરવામાં આવી હતી અને જેની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તેના આધારે પોલીસે તપાસ કરીને હાલમાં આ ગુનામાં બે આરોપીની ચોરીમાં ગયેલા મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વાસ્તુ હિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૩ માં રહેતા લીશાંતભાઈ ત્રિભોવનભાઇ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૨૮) એ બજાજ ડિસ્કવર લઇને લીલાપર ચોકડી પાસે આવેલ તેમના એસસાર કંપનીના અમરરતન પેટ્રોલ પંપે આવેલ બે અજાણ્યા પુરુષો અને એક અજાણી સ્ત્રી આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પેટ્રોલ પંપે આવેલ ત્રણેય વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા જેના આધારે પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને અમરરતન પેટ્રોલપંપના ટેબલના ખાનામાં રૂપિયા ૧,૦૩,૪૬૦ ભરેલ બેગ ચોરી કરીને લઇ ગયા હતા તે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી હતી
દરમ્યાન મોરબી શહેરના નેત્રમ પ્રોજેકટમાં તપાસ કરતા ડીસ્કવર મોટરસાયકલના નંબર જીજે ૩ ઇજે ૬૬૬૫ વાળા હોવાનું સામે આવ્યું હતું અને તેમાં બે પુરૂષ હોય અને એક સ્ત્રી હોવાનુ દેખાયું હતું અને આ બાઇક મોરબી શહેરમાંથી જુના ઘુંટુ રોડ તરફ ગયેલ હોય ઘુંટુ ગામ તથા ઉંચી માંડલ ગામ તરફ તપાસ કરતા જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને ખાનગી રાહે હકિકત મળેલ કે આ કામે ચોરી કરનાર મજકુર ઇસમો ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ લઇ ચોરી કરેલ રૂપિયા સગેવગે કરવાની પેરવીમાં છે ત્યારે ઉંચી માંડલ ગામે વોચ રાખીને બાઇકને રોકી ઝડતી લેવામાં આવી હતી ત્યારે ચોરીમાં ગયેલ કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા ૮૨,૯૦૦ મળી આવ્યા હતા જેથી તે શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને લીલાપર ચોકડી પાસે આવેલ અમરરતન પેટ્રોલપંપ ખાતેથી ચોરી કરી હોવાની કબુલાત આપલે હતી
હાલમાં પોલીસે આ ગુનામાં૨૦૦૦૦ નું બાઇક, ૧૫૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ અને રોકડ રૂપિયા ૮૨,૯૦૦ સાથે આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા જાતે દેવીપુજક (ઉ.૩૧) રહે. હાલ ઉમીયા સર્કલ પાસે ઝુંપડામાં મોરબી -૧ મુળ ગામ ધ્રાંગધ્રા અને હરેશભાઇ જગુભાઇ અઘારીયા જાતે દેવીપુજક (ઉ.૨૦) રહે. હાલ ઉમીયા સર્કલ પાસે, ઝુંપડામાં મોરબી -૧ મુળ ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં જે આરોપીને પકડેલ છે તેમાં આરોપી પિન્ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયાએ મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાં ચોરી કરેલ છે આ કામગીરી પિયાઈની સૂચના મુજબ પીએસઆઈ વી.બી.પીઠીયા, વી.એસ.ડાંગર, જયદિપભાઇ પટેલ, પંકજભા ગઢવી તથા વિજયભાઇ સવસેટાએ કરી હતી