મોરબીની લીલાપર ચોકડીએ પેટ્રોલપંપમાંથી રોકડા ૧.૦૩ લાખથી વધુની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ
વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ
SHARE
વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ
વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર વર્ષ ૨૦૧૩ થી ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા એક વૃધ્ધ અને એક આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા પુત્રની સામે બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં રહેતા હષૅદકુમાર મણીલાલ પરમાર જાતે વાણંદ (ઉ.૫૧) એ હાલમાં કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના દીકરા શાહરૂખ કાદરભાઈ કાસવાણી રહે. બંન્ને ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૩ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનમા અનઅધિકૃત રીતે જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કર્યો હતો અને પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી લીધું હતું આવી જ રીતે પતાળીયા રોડ દીવાનપરા ખાતે રહેતા લલીતકુમાર જીવણભાઈ પુજારા જાતે લોહાણા (ઉ.૭૦)એ કાદરભાઈ અબુભાઈ કાસવાણી રહે. ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૪ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનના પ્લોટમાં દબાણ કરી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનુ છાપરૂ બનાવી નાખીને જમીનનો ઉપયોગ કરેલ છે આમ બંને ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે