હળવદના દેવીપુર ગામે બે મકાનમાંથી ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની ચોરી: ગુનો નોંધાયો
SHARE
હળવદના દેવીપુર ગામે બે મકાનમાંથી ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની ચોરી: ગુનો નોંધાયો
હળવદ તાલુકાના દેવીપુર ગામે બે મકાનોને દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને ઘરમાંથી કુલ મળીને ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનને ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મનોજભાઈ ઓધવજીભાઈ પીપળીયા જાતે દલવાડી (ઉમર ૩૨)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તા, ૩૦/૪ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘરમાં અને અન્ય એક મકાનના દરવાજાના તાળા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તે બે ઘરની અંદર ચોરી કરવામાં આવેલ છે અને ચોર સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૪,૮૦,૨૦૦ તેમજ રોકડા ૧૫,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૪,૯૫૬૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે