હળવદના દેવીપુર ગામે બે મકાનમાંથી ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની ચોરી: ગુનો નોંધાયો
વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651465429.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર રાજા પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડમાં ગળાફાસો ખાઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસોને શોધવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ પાછળના ભાગમાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં ચેક કરવામાં આવતા ત્યાં અજાણ્યા યુવાને ઝાડ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવ (ઉંમર ૨૨) એ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર બાવળના ઝાડ સાથે ટુવાલ બાંધીને આપઘાત કરી લેનારા અંદાજે ૪૦ વર્ષના યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ માટે તેને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈ અને તેના પરિવારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)