મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીની મહિલાનું ફેક સોશિઅલ મીડિયા એકાઉન્ટ બનાવીને મહિલા અને તેના પરિવારને હેરાન કરનાર શખ્સની ધરપકડ


SHARE













મોરબીની મહિલાનું ફેક સોશિઅલ મીડિયા એકાઉન્ટ બનાવીને મહિલા અને તેના પરિવારને હેરાન કરનાર શખ્સની ધરપકડ

મોરબીમાં અલગ અલગ સ્પામ કોલ્સ દ્વારા સ્પામ કોલ્સ કરી તથા સોશ્યલ મીડીયામાં ફેક આઇ.ડી.ઓ બનાવી બિભત્સ ફોટોગ્રાફ પ્રસારીત કરી સાયબર હેરેસમેન્ટ કરનારા શખ્સની મોરબી એલ.સી.બી.ની ટીમે ધરપકડ કરેલ છે  

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને ટિમ કામ કરી રહી છે ત્યારે અધિકારીઓએ અને ટેકનીકલ સ્ટાફના કર્મચારીઓએ આ બનાવમાં મહિલાને તથા તેના કુટુંબ પરીવારના સભ્યોને અલગ અલગ સ્પામ નંબરોમાંથી સતત કોલ કરતા તથા ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ નામથી ફેક આઇડી.ઓ બનાવી તથા ફેક ઇ-મેઇલ આઇ.ડી. બનાવી ભોગ બનનારના ફોટો વાયરલ કરી મહિલા ભોગ બનારની તથા તેના પરીવારની સામાજીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી સોશ્યલ મીડીયા દ્વારા સતત માનસીક ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન પરેશાન કરી હતી જેથી તે શખ્સને શોધી ટેકનીકલ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સિસનો ઉપયોગ કરીને છેલ્લા એક મહિનાથી સતત ઇન્ટરનેશનલ કોલ્સ કરતા અજય મણીલાલ પાંચોટીયા પટેલ રહે. ધાવડી વિસ્તાર મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુન્હો નોંધવામાં આવેલ છે અને આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોફી આપેલ છે અને આરોપી પાસેથી પોલીસે ૧ મોબાઇલ, લીનોવા કંપનીનુ લેપટોપ કબજે કરેલ છે








Latest News