ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

માળીયા (મી) અને હળવદમાંથી ૨૫૦ બોટલ દારૂ ઝડપાયો: એક આરોપીની ધરપકડ એકની શોધખોળ


SHARE

















માળીયા (મી) અને હળવદમાંથી ૨૫૦ બોટલ દારૂ ઝડપાયો: એક આરોપીની ધરપકડ એકની શોધખોળ

માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હરીપર ગામના પાટીયા પાસેથી પોલીસે કચ્છ બાજુથી આવતી ગાડીને રોકીને ચેક કરતાં ૧૬૮ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો અને હળવદના કોયબા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી ૮૨ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી કરીને પોલીસે દારૂને કબ્જે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હરીપર ગામના પાટીયા પાસે માળીયા પોલીસના વિશ્વરાજસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને સંયુકત રીતે બાતમી આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે કચ્છથી માળીયા તરફ ગ્રે કલરની મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર નં. એમએચ ૧ એઇ ૯૫૫૩ નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં આરોપી સાહીલ ફિરોઝભાઈ મોદી જાતે પીંજારા (ઉ.૧૯) રહે. જામનગર પિંજારાવાસ રણજીતસાગરરોડ નંદનવન સોસાયટીની બાજુમાં વાળો કારમાં ભારતીય બનાવટની પરપ્રાતીય દારૂની ૧૬૮ બોટલો લઈ જતાં ઝડપાયો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને ૨.૮૩ લાખનો મુદામાલ કબજે કરેલ છે

હળવદના કોયબા ગામની સીમમાં વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી જેના આધારે એલ.સી.બી.ની ટીમે રેડ કરી હતી અને સ્થળ ઉપર પ્રવિણસિંહ ઉર્ફે પીડી ધીરૂભાઇ ચૌહાણની વાડીની ઓરડીમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વ્હીસ્કીની ૮૨  બોટલો જેની કિંમત ૩૦,૭૫૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News