માળીયા (મી) અને હળવદમાંથી ૨૫૦ બોટલ દારૂ ઝડપાયો: એક આરોપીની ધરપકડ એકની શોધખોળ
ગેસના ભાવ વધારાની અસર: મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો નિશ્ચિત
SHARE









ગેસના ભાવ વધારાની અસર: મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો નિશ્ચિત
ગુજરાત ગેસ કંપની દ્વ્રારા નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવતા ટાઈલ્સ બની મોંઘી: સિરામિક એસો.ના જુદાજુદા ડિવિઝન દ્વારા સભ્યો સાથે મીટીંગનો ધમધમાટ: ગેસ સહિતના રો મટિરિયલ્સના ભાવ વધતાં ના છૂટકે સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો: મોરબીના ઉદ્યોગકારો સંગઠિત રહે તો સારા પરિણામ મળે તેવી શક્યતા
મોરબીની સિરામિક ટાઈલ્સ ધીમેધીમે કરતાં મોંઘી બની ગઈ છે કેમ કે, સિરામિક ટાઈલ્સના ઉત્પાદન માટે વપરાતા તમામ રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થઇ ગયો છે અને તેની સાથોસાથ તાજેતરમાં નેચરલ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ટાઈલ્સની પડતર કિમત દિનપ્રતિદિન વધી રહી હતી જેથી મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવશે તે નિશ્ચિત છે
વર્તમાન સમયમાં દેશની અંદર ઉત્પાદિત કરવામાં આવતી નાનામાં નાની વસ્તુના ભાવ છેલ્લા એક વર્ષમાં વધ્યા છે પરંતુ મોરબીની સિરામિક ટાઈલ્સ એક માત્ર એવી આઈટમ હતી કે જેના ભાવમાં છેલ્લા વર્ષોમાં વધવાના બદલે સ્થનિક હરીફાઈ સહિતના કારણોસર ઘટી રહ્યા હતા તેવામાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા ટાઈલ્સનું ઉત્પાદન નેચરલ ગેસના ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે ત્યારે ટાઈલ્સની પડતર કિમંત ગેસનો ભાવ વધવાના લીધે ઉચી આવી છે અને અધૂરામાં પૂરું ટાઈલ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક એસો.ના જુદાજુદા ડિવિઝન દ્વારા સભ્યોની સાથે સમયાંતરે મીટીંગ કરવામાં આવી રહી છે અને હાલની પરિસ્થિતિમાં આ ઉદ્યોગ ટકી રહે તે માટે ભાવ વધારો કરવાની ચર્ચાઓ કરવામાં આવી રહી છે
મોરબીમાં હાલમાં વિટ્રીફાઈડ, વોલ, ફલોર અને સેનેટરી વેર્સ એમ કુલ મળીને જુદાજુદા ચાર ડિવિઝન છે અને તેના સભ્યોની સાથે મિટિંગો કરીને સર્વસંમતિથી સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવે તો તેના સારા પરિણામો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળે તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિરામિક ઉદ્યોગકારો અને ઉદ્યોગને ટકાવી રાખવા માટે ટાઈલ્સના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે ત્યારે બોલ અને ફ્લોર ટાઈલ્સમાં બોક્સ ઉપર વર્તમાન ભાવમાં સરેરાશ ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો કરવામાં આવશે અને વિટ્રીફાઈડ ટાઇલ્સના ભાવમાં સ્કેવર ફૂટે અંદાજે બે રૂપિયાથી વધુનો ભાવ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે ભાવેથી સિરામિક પ્રોડક્ટ ઉદ્યોગકારો દ્વારા વેચવામાં આવી રહી છે તેમાં નજીકના દિવસોમાં જ સરેરાશ ૧૦થી ૧૫ ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવશે જેથી કરીને નેચરલ ગેસના ભાવમાં કરવામાં આવેલા છેલ્લા ભાવ વધારાની સીધી અસરના ભાગ રૂપે હવે મોરબીની તમામ સિરામિક પ્રોડક્ટ મોંઘી બનશે તે નિશ્ચિત છે
વિશ્વ ફલક પર મોરબીનું નામ રોશન કરતો સિરામિક ઉદ્યોગ બહારથી તો ખુબ જ વિકસિત દેખાઈ છે પરંતુ તે અંદરથી બજારમાં ટકી રહેવા માટે છેલ્લા ઘણા સમયથી ખુબ જ જજુમી રહ્યો છે તે હક્કિત છે અને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના જેટલા કારખાના આવેલા છે તેમાંથી ઘણા કારખાનાઓ બંધ છે અને જો સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો ન કરવામાં આવે અને સિરામિક પ્રોડક્ટની પડતર કીમત વધી જ રહી તો આ ઉદ્યોગ પડી ભાંગે તેવી પરિસ્થિતી છે જેથી કરીને સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે જો કે, તેની અમલવારીમાં જુદાજુદા તમામ ડિવિઝનના સભ્યો દ્વારા સહકાર આપવામાં આવે અને ભાવ વધારાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે તો મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
અત્રે ઉલેખનીય છે કે, વર્ષોથી સિરામિક ટાઈલ્સના ઉત્પાદની કોસ્ટને નીચી લઇ જવા માટે અગાઉ કોલગેસ પ્લાન્ટ આધારે કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કે, હાલમાં ગેસનો ઉપયોગ કરીને ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી સિરામિક પ્રોડક્ટની પડતર કિમત વધી રહી છે માટે સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો થઇ ગયો છે જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગની ભારતમાં કોઈ હરીફાઈ કરી શકે તેમ નથી તેવા સમયે મોરબીના ઉદ્યોગકારો આંતરિક હરીફાઈ બંધ કરીને સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કરીને ટાઈલ્સનું વેચાણ કરશે તો સો ટકા આગામી દિવસોમાં સારા પરિણામ મળશે અને ઉદ્યોગની મુશ્કેલીઓ ઘટશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
