મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક યુવતીના ભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ જાદવ (ઉંમર ૨૩) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન લક્ષ્મીબેન ખીમજીભાઈ જાદવ (ઉંમર ૨૧) એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હોવા અંગેની જાણ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરી હતી અને મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ કેસની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, પરિવારજનો માઠા પ્રસંગમાં ગયા હતા તેની સાથે મૃતક યુવતીને પણ જવું હતું જો કે, ઘરના સભ્યોએ સાથે આવવાની ના કહી હતી જેથી ભાઈ અને બહેન બે ઘરે જ હતા ત્યારે યુવતીએ આપઘાત કરેલ છે








Latest News