મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે મિલીપાર્કમાંથી બાઇકની ચોરી 


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે મિલીપાર્કમાંથી બાઇકની ચોરી 

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મિલીપાર્કમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં ઘણા સમયથી બાઈક ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે બાઇક ચોરને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી હતી અને થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ચોરાઉ બાઉક સાથે કિશન રમેશભાઈ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી નજીક મહેન્દ્રનગર ગામ ખાતે આવેલ મિલી પાર્કમાં રહેતા ભાવેશભાઈ હરીભાઈ વાછાણી જાતે પટેલ (ઉંમર ૪૨) એ બાઇક ચોરીની ફરીયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, ગત તા. ૨૩/૪ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઇક નં- જીજે ૩ સિકયુ ૦૫૬૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કિશન રમેશભાઈ પટેલ નામના શખ્સે ચોરી કરી હતી જેથી હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર પાસે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા નાથાભાઈ બહાદુરભાઇ પરેચા નામના ૨૫ વર્ષીય યુવાને ઉંચી માંડલ કેનાલ પાસે દવા પી લેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા ગામે રહેતા શામજી પમાભાઈ રાઠોડ નામના ૪૩ વર્ષીય યુવાનને ગામમાં ખૂંટીયાએ હડફેટે લેતા ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ ટંકારા તાલુકાના હડમતીયા ગામના સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૩ વર્ષીય યુવાનને ખાનપર ગામના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં અહીંની સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.








Latest News