મોરબી શહેર અને જિલ્લામાં એક મેકને રમઝાન ઈદની શુભકામના પાઠવીને ઈદની ઉજવણી કરાઇ
SHARE









મોરબી શહેર અને જિલ્લામાં એક મેકને રમઝાન ઈદની શુભકામના પાઠવીને ઈદની ઉજવણી કરાઇ
મોરબી શહેર સહિત જિલ્લાભરમાં આજે અખાત્રીજ તેમજ રમઝાન ઈદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવનાર છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેર અને જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાવમાં આવેલ છે છેલ્લા ૩૦ દિવસ સુધી રોજા રાખ્યા બાદ મુસ્લિમ બંધુઓ દ્વારા રમઝાન ઈદ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરદારોએ ઈદની નમાજ અદા કરી હતી અને એક મેકને મુસ્લિમ બંધુઓ દ્વારા રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવવામા આવી હતી આ તકે સમાજના ધર્મગુરુ અને આગેવાનો સહિતના હાજર રહ્યા હતા
