મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
મોરબીમાં એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિ.ના પ્રમુખ પદે અનિલભાઈ મીરાણી
SHARE









મોરબીમાં એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિ.ના પ્રમુખ પદે અનિલભાઈ મીરાણી
મોરબીના સામાકાંઠે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી હતી જેમાં મોરબીમાં એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયરની રચના કરવામાં આવી છે અને આ સંસ્થાના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
મોરબીમાં એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયરના પ્રમુખ તરીકે અનિલભાઈ મીરાણી, મહામંત્રી વસંતભાઈ જાકાસનીયા અને ધીરુભાઈ સદાતિયા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, સનીભાઈ વાછાણી અને ચિરાગભાઈ ભાડજા, સહમંત્રી તરીકે સતિષભાઈ સુરાણી અને ચંદ્રેશભાઇ લોરિયા, ખજાનચી તરીકે કિશનભાઇ ભોજાણી અને કમિટી સભ્ય તરીકે જયેશભાઈ શેરશિયા, રોનકભાઈ વાગડીયા, સાહિલભાઈ માથકિયા, નીરવભાઈ આહીર, દિનેશભાઈ કંઝારિયા, ભાવિનભાઈ સોમૈયા, દિનેશભાઈ કડીવાર, નીખીલભાઈ ફુલતરિયા, કિરીટભાઈ સાણંદિયાની નિમણુક કરવામાં આવી છે
