મોરબીમાં એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિ.ના પ્રમુખ પદે અનિલભાઈ મીરાણી
મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
SHARE









મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક સુમનબાળા જયંતીલાલ મહેતા કે, જેઓ સેવા, સમર્પણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ ધો.૮ ના વિદ્યાર્થીઓ કે, જેઓ અહીંની શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાના છે. તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હ આપી વિદાય આપવામાં આવી હતી.
