મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી જિલ્લામાં ૫૦ દિવસ પછી ફરી કોરોનાનો એક કેસ નોંધાયો
SHARE









મોરબી જિલ્લામાં ૫૦ દિવસ પછી ફરી કોરોનાનો એક કેસ નોંધાયો
મોરબી જિલ્લામાં છેલ્લા લગભગ પોણા બે મહિનાથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા ન હતા જેથી કરીને શાંતિ હતી જો કે, ધીમેધીમે ફરી પાછો કોરોના માથું ઊંચકી રહ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો હોવાનું મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીની ટિમ દ્વારા આજે જિલ્લામાંથી કોરોનાના ટેસ્ટિંગ માટે ૯૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર રહેતા ૨૬ વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવેલ છે અને આ યુવાને કોરોના રસીનો એક ડોઝ લીધેલ છે અને તેની અન્ય કોઈ બહારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી હાલમાં દર્દી હોમ આઇસોલેશન હેઠળ કોરોનાની સારવારમાં છે
