મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં સગીરાની માતાની ધરપકડ: ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
SHARE









મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો તેમજ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નો અંગે વિશદ્દ ચર્ચા હાથ ધરીને અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઇ માલમે સંબંધિત વિભાગોના વડાઓએ ઉનાળાની સીઝનમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી ન થાય તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે તમામ વિભાગો સંકલનમાં રહીને કામગીરી કરે તે માટે યોગ્ય સુચનો કર્યા હતા. આ સાથે જ હળવદ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, લાઇટ, ખેતીવાડી વીજ કનેક્શન, પાણી, પશુ દવાખાના, સિંચાઇના પાણી સહિત પ્રજાને નાના મોટા કનડતા પ્રશ્નો અંગે પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમે યોગ્ય સુચનો અને ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા પોલીસ વડા (ઇ) અતુલ બંસલ, કાર્યપાલક ઇજનેર એ.એન. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા સહિત પીજીવીસીએલ, સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત હતા
