મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?
SHARE









મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?
મોરબીન ટ્રાફિકના નિયમન સહિતની કામગીરી માટે પોલીસની સાથે ખભેખભા મિલાવીને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનો કામ કરી રહ્યા છે જો કે, તેને માસીક વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરીને તેનું માસિક વેતન વધારવવામાં આવે તેવી માંગ કરેલ છે
મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીજ્ઞેશભાઇ પંડયાએ રાજયના મુખ્યમંત્રીને અરજ કરેલ છે કે રાજયના એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનોને માસીક રૂા.૬૯૦૦ જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ઋતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે. તેની સામે સરકાર દ્રારા તેમની આવી કામગીરીની મજાક જેવો નજીવો પગાર ચુકવવામાં આવે છે..!
ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે જે ખડેપગે પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે તેમનાવતી અહીંમા સામાજીક કાર્યકરોએ રજુઆત કરેલ છે.જેથી તેઓની ફરજ પ્રમાણે વેતન મળી રહે તે જરૂરી છે કેમ કે આજે મોંધવારીમાં પણ તેઓ ભાડના મકાનોમાં રહીને આકરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતા હોય છે અને એક પણ રજા રાખતા નથી
આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. નો કેમ પગાર વધારો કેમ ન થાય ? તેવો પ્રશ્ન ગૃહમંત્રીને પૂછ્યો છે અને તાકીદે આ રાજુયાતની નોંધ લઈને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના હીતમાં તાત્કાલી કરશે તેમ સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા અને મુસાભાઇ બ્લોચની માંગ છે અને આમ જનતા તથા સમગ્ર ગુજરાત વતી તેઓએ રજુઆત કરેલ હોય આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.
