મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં સગીરાની માતાની ધરપકડ: ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ


SHARE













મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં સગીરાની માતાની ધરપકડ: ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં તાજેતરમાં યુવાનની પ્રેમિકાની માતા અને બે મામાએ હત્યા કરી હતી જેથી કરીને મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ ભરતભાઇ કુબાવત જાતે બાવાજી (ઉ.૪૫)ને તેના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ સગીરાના ઘરે થઇ જતાં સગીરાની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું અને તેને વાડીએ લઈ જઈને માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા મિતેશ ભરતભાઇ કુબાવતને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનની માતા ગીતાબેન ભરતભાઇ કુબાવતની ફરિયાદ લઈને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતો મિતેશ ભરતભાઇ કુબાવત તેના પિતરાઇ ભાઈની સાથે ગામમાંથી બુલેટ લઈને જય રહ્યો હતો ત્યારે તા ૪  ના રોજ સાંજે પાંચેક વાગ્યે પરેશભાઇએ મિતેશના બુલેટમાં તેનું બાઇક અથડાવ્યું હતું અને બાદમાં ધર્મેશભાઇએ પાછળથી સફેદ કલરની આઇ-૧૦ ફોરવ્હીલર ગાડીમાં આવીને લાકડાના પાવડાના હાથાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ પરેશભાઇ તથા ધર્મેશભાઇએ મિતેશનું તેની કારમાં અપહરણ કર્યું હતું અને સી.એન.જી. ગેસના પંપ પાછળ વાડી વિસ્તારમા તેને લઇ જઇને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો અને મીનાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા મીતેશનું તા ૪ ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું આ ગુનામાં સગીરાના મામા ધર્મેશભાઇ બાલુભાઇ વિડજા અને પરેશભાઇ બાલુભાઇ વિડજા તથા સગીરાની માતા મીનાબેન બાલુભાઇ વિડજા રહે. ત્રણેય મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે








Latest News